મોરબીની વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ : 6 વિદ્યાર્થીઓ સહિત કુલ 24 પોઝિટીવ

0
701
/

મોરબી શહેરમાં 12 અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા

મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 12 અને મોરબી ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે. શહેરની નાલંદામાં વધુ 4 વિદ્યાર્થીઓ અને નવયુગમાં વધુ એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. આ સાથે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થીઓ વધુ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજે જિલ્લામાં કુલ 24 કેસ નોંધાયા છે. જેમાંથી 6 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવેલ છે. નાલંદા વિધાલયમાં 4, નવયુગ વિધાલયમાં 1 અને વિનય ઇન્ટર નેશનલ સ્કૂલ – 1 કેસ સામે આવ્યો છે.

બીજી તરફ જિલ્લામાં આજે નવા આવેલા કુલ કેસો જોઈએ તો મોરબી શહેરમાં 12, મોરબી ગ્રામ્યમાં 10, હળવદ ગ્રામ્યમાં 1, ટંકારા ગ્રામ્યમાં 1 મળી કુલ 24 કેસ નોંધાયા છે.

આજે મોરબીની વધુ એક સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા એક અઠવાડિયા માટે સ્ફુલ બંધ કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/