[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીના ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા પુત્રરત્ન ના જન્મદિનની ગાયોને ઘાસચારો, વૃક્ષારોપણ, તેમજ વિકાસવિદ્યાલયમાં દાન આપી અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી
પ્રાપ્ત વિગતોનુસાર મોરબીના ક્ષત્રિય સમાજના અગ્રણી યુવાન અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજા. (વોડાફોન સ્ટોર) ના ઘરે તારીખ 15 ઓગસ્ટ ના રોજ પુત્ર નો જન્મ થતા તેનો જન્મ સત્કાર્યો કરી ને દિકરા ના જન્મ ની વધામણી જાડેજા પરિવાર દ્વારા કરવામા આવી હતી જેમાં ગાયોને ઘાસચારો, વૃક્ષારોપણ, તેમજ વિકાસવિદ્યાલયમાં દાન આપી અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી . મોરબી નગર પાલીકા ના માજી પ્રમુખ દિનાબા અને રિટાયર્ડ ડેપ્યુટી એનજીનિયર જયવંતસિંહ જાડેજા ના દિકરા અભિજીતસિંહ આવા સત્કાર્ય અવાર-નવાર આ પરિવાર દ્વારા કરવામા આવે છે.તેમના આ સેવા કાર્યો બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ પણ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide