મોટા ખિજડીયા ગામે ઝાલા પરીવાર દ્વારા ઘરે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની આરાધના

0
226
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પાછલા ૧૨ વર્ષથી ટંકારાના મોટા ખિજડીયા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજના જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા તેમના ધરે વિધ્નહર્તા એકદંતાયને બિરાજમાન કરાવી પુજન અર્ચન કરી ભક્તિ કરવામાં આવી રહી છે.

આ ગણેશ સ્થાપનાની ખાસ બાબત એ છે કે ટંકારામા ગણપતિ ઉત્સવ હજુ એટલો પ્રચલિત ન હતો ત્યારે પરીવારના દિકરીબા બ્રમેશ્ર્વરીબા જાતે જ એમની ગણેશ ભગવાન પ્રત્યેની ભાવના પ્રગટ કરવા જાત કારીગરીથી પોતાના ઘેર નાનો પંડાલ ઉભો કરી ૯ દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે લંબોદરની પાટે પધરામણી કરતા આવ્યા છે. સાથે ગણેશ ઉત્સવની શરૂઆત કરી તેને આ ૧૨મુ વર્ષ છે. પ્રકૃતિ માટે ધાતક રંગો અને પિઓપીની હાનિકારક આડઅસરો જાણી બા એ માટીના ગણેશજીનુ ધરે જ સર્જન કરી તેમા કુદરતી રંગો પુરી બાપ્પાનુ સ્થાપન કરવાનુ નક્કી કર્યું. કુદરતી શ્રિગાર કરી જાતે જ ગણેશની સુંદર મુર્તી હાલ દર્શનાર્થે સ્થાપિત કરી છે જે દર્શન કરનારના હૃદયમા બિરાજમાન થઇ જાય છે. અહીંયા દરરોજ સવાર-સાંજ આરતી, દિપ માળા અને ભોગ ધરી વિઘ્નહર્તા દેવના ગુણગાન ગવાય છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/