મોરબી : મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ પહેલા પહેલા રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારી ત્યારબાદ આગળની સેવાઓનો વ્યાપ વધારવામાં આવશે તેવું જાહેર કર્યું છે.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું કે રાજકોટ મહાપાલિકામાં એક વર્ષ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી છે. જે અનુભવનો મહત્તમ યુઝ થઈ શકશે. પાલિકાથી મહાપાલિકા બનવાની પ્રક્રિયામાં ઘણી પ્રોસેસ કરવી પડે છે. વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરની જરૂર પડ્યે મદદ લઈશું.ઘણી સેવા એવી છે કે પાલિકામાં અપાતી નથી તે મહાપાલિકામાં લોકોને મળશે. તેઓએ ઉમેર્યું કે પહેલા પ્રાથમિક સુવિધાઓ છે. તેનું સ્તર લોકોની અપેક્ષા મુજબ પહોચાડીશુ. બાદમાં અન્ય વધારાની સેવાઓ અને સવલતો ઉપર ધ્યાન દેવાશે. અમુક સુવિધાઓ એક-બે દિવસ કે અઠવાડિયામાં ન ઉભી થાય. થોડા દિવસો થશે. અમુક અધિકારીઓની નિમણુંક સરકાર કક્ષાએ તથા અમારા દ્વારા થશે. પૂરતું મહેકમ નિયમ અનુસાર ઉભું કરવામાં આવશે.મહાપાલિકામાં શરૂઆતમાં ઘણા ચેલેન્જ આવશે. લોકો પાસેથી અપેક્ષા છે કે સહકાર આપે. લોકો રોડ ઉપર ગંદકી ન કરે. મોરબી મહાપાલિકા તંત્ર સ્વચ્છતાને લઈને પૂરતા પ્રયાસો કરશે. લોકો પણ જ્યાં ત્યાં ગંદકી ન કરી મહાપાલિકાને સહયોગ આપે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide