મોરબી : હાલ નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં હવે કોર્પોરેશનના સત્તાધીશોએ વેરા વસુલાત ઝુંબેશ વધુ સઘન બનાવી વર્ષોથી વેરો નહિ ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કરતા જ કોર્પોરેશનની તિજોરીમાં આવક શરૂ થઈ છે. જાન્યુઆરી મહિનામાં કોર્પોરેશનને 1.88 કરોડની વિક્રમી આવક નોંધાઇ હતી. અત્યાર સુધીમાં મોરબી મહાપાલિકાની તિજોરીમાં 13.49 કરોડ વેરો જમા થયો છે.
મોરબી શહેરમાં નગરપાલિકા કાળમાં ક્યારેય પણ વેરા વસુલાતની કામગીરી કડક અને સઘન રીતે ન કરવામાં આવી હોવાથી મોરબી શહેરમાં અનેક લોકો આજે પણ વેરો ભરવા દરકાર લેતા નથી. જો કે, મોરબી નગરપાલિકાના સત્તાધીશો અને બાદમાં હવે મહાનગર પાલિકાના સત્તાધીશોએ વેરા વસુલાતને સઘન બનાવી એક લાખથી વધુ રકમ બાકી હોય તેવા આસમીઓને ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ કરતા એકલા જાન્યુઆરી માસમાં જ મહાનગર પાલિકાને 1.88 કરોડની આવક થઈ હતી.મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીના જણાવ્યા પ્રમાણે મોરબી શહેરમાં કુલ 88 હજાર મિલકત ધારકો નોંધાયેલ છે જેમાંથી અત્યાર સુધીમાં 23704 લોકોએ વેરો ભર્યો છે. વધુમાં જાન્યુઆરી માસમાં 1, 88,71, 264ની વેરા વસુલાત કરવામાં આવતા એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં કુલ મળી 13,49,07,753ની વસુલાત થવા પામી હોવાનું તેમને જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide