રાજકોટ શહેરના ઠેબચડા ગામ ખાતે ગઇ તા. ૨૯/૦૧/૨૦૧૮ ના રોજ ઠેબચડા ગામના દરબાર જ્ઞાતી તથા કોળી જ્ઞાતીના લોકોને જમીન વીવાદ ના પ્રશ્ને ઝઘડો થતા જેમા લખધીરસિંહ નવુભા જાડેજા ઉવ ૫૭ રહે. ઠેબચડા ગામ તા.જી. રાજકોટ વાળાને બનાવમાં ગંભીર ઇજાઓ થતા જેઓનું અવસાન થયું હતું.
જે અંગે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ ૩૦૨ વિગેરે મુજબ ગુન્હો નોંધાવામાં આવ્યો હતો. જે ગુન્હામાં બનાવ બાદ કુલ – ૧૬ આરોપીઓ અટક કરવામાં આવેલ જે ગુન્હામાં હાલ કુલ – ૪ આરોપીઓ નાસતા ફરતા હોય જે બાબતે રાજકોટ પોલીસે આરોપીઓ બાબતે સઘન તપાસ કરી હતી અને આરોપીઓને અટક કરવા સુચના કરેલ હોય જે તે સાહેબની સુચના અન્વયે અમો પો.ઇન્સ. વી. કે.ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટે. ના તમામ પોલીસ સબ ઇન્સ્પેકટર ને નાસતા ફરતા આરોપી ને પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અંગે આજ રોજ તા. ૨૫/૦૭/૨૦૨૦ ના ડી.સી.બી. પો.સ્ટે. ના પોલીસે મળીને ગુન્હાના નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હોય જે દરમીયાન તેમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.તેમજ ત્રણેય આરોપીઓનો કોરોના ટેસ્ટ કરવવા માટે તજવીજ હાથ ધરી છે. ત્યારે હવે ત્રણેયના કોરોના રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide