નાના દહિસરા ગામે મહાકાળી મંદિરમાં દાનપેટીની રોકડ, બે સોનાની નથ અને ચાંદીના મુગટની ચોરી

0
154
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] તાજેતરમા માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજી મંદિર ખાતે ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાન પેટી તેમજ માતાજીને ચડાવેલ સોના ચાંદીના આભૂષણો ચોરી કરી નાસી ગયા હતા.સમગ્ર બનાવ સીસીટીવી માં કેદ થઈ ગયો છે

બનાવ અંગે મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજી ના મંદીરે ગત રાત્રે તહેવારના દિવસે તસ્કર ખાબકી મંદીરની દાન પેટી તોડી રોકડ રકમ તેમજ બે સોનાની નાકની નથણી અને બે ચાંદીના મુગટ ચોરી કરી ગયા હતા. બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બે ઈસમો તાળા તોડી ને ચોરી કરતા કેદ થઈ ગયા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/