નર્મદા : મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટ (બડવાણી)થી કેવડિયા સુધી ક્રૂઝ ચાલશે. આ પ્રવાસનું પેકેજ 3 દિવસ 2 રાત્રિનું રહેશે. આ રૂટમાં આવતા ગામોમાં પણ પ્રવાસીઓને મુલાકાતે લઈ જવામાં આવશે. અંદાજે 6 થી 8 મહિનામાં શરૂ થાય તેવી શક્યતાઓ છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર લોકો માટે ક્રૂઝની આવતા સફર રોમાંચક બનશે. નર્મદા જયંતિના અવસરે ભાસ્કરની ટીમે બોટ મારફતે નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે, પ્રવાસ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધાઓ પણ હશે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide