ટંકારા: નસીતપર ગામે વિદેશી દારૂની બોટલો સાથે એકની શખ્શની અટકાયત

0
106
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસ દ્વારા ઇગ્લીંશ દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

આજે તા. 5ના રોજ ટંકારા પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હોય, તે દરમ્યાન નસીતપર ગામે આવેલ ડેમી-2 ના કાચા રસ્તા પર આવતા એક શખ્સ તેનું બાઈક લઇ નીકળતો હતો. જેને રોકી પોલીસે ચેક કરતા મો.સા.ની સાઇડમાં એક કાપડનો થેલો લટકાડેલ હોય, જે થેલો ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની પ્લાસ્ટીકની બોટલો નંગ 9, જે એક બોટલની કિ.રૂ. 300 લેખે કુલ કિ.રૂ. 2700 મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ બાઈક રજી. નં. જી.જે.03.એ.એસ.8354 મળી કુલ કિ.રૂ. 22,700 ના મુદામાલ સાથે આરોપી જશુભાઇ ધનાભાઇ પરમાર (ઉ.વ. 24, રહે. હાલ નસીતપર, ગામ, મૂળ રહે.પાવ તા.ધાનપુર, જી.દાહોદ)ને પકડી પાડી આરોપી વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/