[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા મોરબી કંડલા બાયપાસ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલી નવલખી ફાટકને બંધ કરી દેતા હજારો લોકોને 3થી5 કિમિ ફરી ફરીને જવું પડે છે. આથી આસપાસના રહીશોની સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સાંસદ અને રાજ્યમંત્રીને રજુઆત કરીને બંધ કરાયેલા નવલખી ફાટકને ફરીથી કાયમી રીતે ખુલ્લું કરવાની માંગ કરી છે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ સાંસદ વિનોદ ચાવડા તેમજ રાજયમંત્રીને લેખિત રજુઆત કરી હતી કે, મોરબીમાં આવેલ રેલ્વેની નવલખી ફાટક નં-૩૬ કેજે રેલ્વે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ છે. આ ફાટક બંધ થવાના કારણોસર આજુબાજુના સોસાયટીઓ,વિસ્તારમાં વસવાટ કરતા લોકો કે જેઓ પોતાનાની કાયમી અવર-જવર કરવા માટે આજ રેલ્વે ફાટકનો રસ્તાનો ઉપયોગ કરે છે અને કાયમી માટે થઇ ગઈ છે. અને રેલ્વે તંત્ર દ્રારા નવલખી ફાટક નં-૩૬ બંધ કરવાથી આ ફાટકને રસ્તા તરીકે ઉપયોગ રાહદારીઓને હાલાકીનો પાર રહ્યો નથી અને તેના કારણોસર રાહદારીઓને અન્ય રસ્તાપર મુસાફરી કરવી પડે છે જે ખુજબ દુરના અંતરે થાય છે જેના કારણોસહ લોકોને સમયતો બગડેજ છે સાથેજ ઇંધણ બળતણ વધુ પ્રમાણમાં વપરાશ થતો હોવાથી આર્થીક નુકસાન પણ વેઠવુ પડે છે. આથી નવલખી ફાટક નં-૩૬ને રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલીક ખુલી કરવાની માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide