નવલખી પોર્ટે વે બ્રિજ સંચાલકના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ

0
6
/

મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદરે વે બ્રિજ સંચાલકના વિરોધમાં અને ખરાબ રોડના પ્રશ્ને ટ્રક ચાલકોએ બે દિવસથી હડતાલનું એલાન કર્યું છે. આ સાથે આજે પોર્ટ ઓથોરિટીને આવેદન પણ આપવામાં આવ્યું હતું.પણ પોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો.

ઝાલા હરદીપસિંહ દિલીપસિંહે જણાવ્યુ હતું કે મારો ટ્રક વે બ્રિજ ઉપર લગાવવામાં આવ્યો હતો. ત્યારે લોડ સેલ પડી ગયા હતા. જે બદલ વે બ્રિજ સંચાલકે રૂ.5 લાખનો દંડ વસૂલવા માટે ફરિયાદ નોંધાવી છે. વે બ્રિજમાં દરરોજ 900 જેટલા ટ્રકોનો વજન થાય છે. વે બ્રિજના મેઇનટેનન્સના પૈસા ટ્રક ચાલકોએ દેવાના ન હોય. જ્યાં સુધી ફરિયાદ પરત નહિ ખેંચાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

રમેશભાઈ હમીરભાઈ આહીરે જણાવ્યું કે વે બ્રિજ અને ખરાબ રોડના પ્રશ્ને હડતાલ પાડવામાં આવી છે. ગમે ત્યાં ટ્રકનો કાંટો કરાવીએ તો રૂ. 100થી 150 લેતા હોય છે પણ અહીં પોર્ટમાં રૂ. 350થી 415 લ્યે છે. આખા ભારતમાં આટલો વધુ ભાવ ક્યાંય નથી. એટલે અમે આ વે બ્રિજના બહિષ્કારનો નિર્ણય લીધો છે. અમે બાજુમાં આવેલા વે બ્રિજમાં કાંટો કરાવીશું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/