મોરબી : હાલ મોરબીમાં નવરાત્રીના પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને રાત્રીના સમયે વાહન લઈને છાકટા બનતા તત્વો સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેના શ્રી ગણેશ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે.
એ ડિવિઝન સહિતની પોલીસ ટીમોએ ફૂટ પેટ્રોલિંગ સાથે વાહનો માટે ખાસ ડ્રાઇવ ચલાવી હતી. જેમાં મોડીફાઇડ કરેલા સાયલેન્સર સાથેના 4 બુલેટ અને અન્ય 3 વાહન ડિટેઇન કર્યા હતા. આ સાથે 21 કારમાંથી બ્લેક ફિલ્મ હટાવી હતી. જો કે હજુ પણ પોલીસની આ ડ્રાઇવ યથાવત જ રહેવાની છે.
આ મામલે એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ જણાવ્યું કે નવરાત્રીનો પર્વ શહેરીજનો નિર્ભયપણે ઉજવી શકે અને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ સતત કાર્યરત છે. નવરાત્રી ઉપર દરેક ગરબી આયોજનો ઉપર જવાન તૈનાત રહેશે. આ ઉપરાંત એ ડિવિઝન પોલીસની ત્રણ ટિમ સતત પેટ્રોલિંગમાં રહેશે. ખાસ કરીને વાહનો લઈને જે છાકટા બનતા હોય તેવા તત્વો સામે પોલીસ કડક હાથે કામ લેશે. આ ઉપરાંત મોડીફાઇડ કરેલા સાયલેન્સરવાળા બુલેટ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide