નવસારી: પ્રાપ માહિતી મુજબ મુજબ અમલસાડ નજીકના લુસવાડા ભેંસલા સરીખુરદ ગામના હળપતિ મધ્યમ વર્ગના લોકોએ લુસવાડાની સબ પોસ્ટ ઓફિસમાં દર મહિને રીકરીંગ તેમજ બચતખાતામાં નાણાં જમા કરાવતા હતા. પરંતુ સબ પોસ્ટઓફિસના કર્મચારી ભગુ પટેલ ખાતા ધારકોને પાસબુક કે અન્ય આપતો નહિ અને પોતાની પાસે જ રાખતો હતો. પોસ્ટ ખાતા ધારકોને પોતાના નાણાં સહીસલામત ન હોવાની શંકા જતા બે વર્ષ પહેલાં ફરિયાદ કરી હતી જેના અનુસંધાને અમલસાડ પોસ્ટઓફિસના તેમના કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેતે સમયે ભગુ પટેલની પોલીસે ધરપકડ કરી જેલના સળિયાં પાછળ ધકેલી દીધા હતા જોકે બાદમાં ઉચાપત કરનાર ભગુ પટેલનો જામીન પર છુટકારો થયો હતો. લોકો સાથે 25થી 30 લાખ રૂપિયાની ઉચાપત થઇ હોવાની વાત લોકોના મુખે સંભળાઈ રહ્યું છે. અમલસાડ પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીએ માત્ર બે-ત્રણ લાખની પોતાના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લોકોના ઉચાપત થયેલ નાણાં ક્યારે મળશે તે પણ એક ચિંતાનો વિષય
લોકોના બબ્બે વર્ષથી ફસાયેલા નાણાં નહિ મળતાં બુધવારે અમલસાડ પોસ્ટ ઓફિસમાં એમ. આઈ. ખલિફાને રજૂઆત કરવા મોટી સંખ્યામાં ખાતાધારકો પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા. પરિસ્થિતિ બગડવાની બીકે પોલીસમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ જાણ કરતાં ગણદેવી પી. એસ. આઈ. કે કે સુરતી તેમના સ્ટાફ સાથે સ્થળ ઉપર ઘસી આવી પરિસ્થિતિ થાળે પાડી હતી. લોકોના ઉચાપત થયેલ નાણાં ક્યારે મળશે તે પણ એક સમસ્યારૂપ ચિંતાનો વિષય બન્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide