NDRF ની ટિમ દ્વારા વાંઢ વિસ્તાર અને ચીખલી ગામમાં પાણીમાં તણાયેલા લોકોને બચાવી ભોજનની વ્યવસ્થા કરાઈ

0
85
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.)ના વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 50થી વધુ લોકો ફસાયા હતા. તેમજ ચીખલી ગામ પાસે 22 લોકો પાણીમાં ફસાયા હતા. બાદમાં NDRF દ્વારા વાંઢ વિસ્તાર અને ચીખલી ગામમાં પાણીમાં તણાયેલા લોકોને બચાવી ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.

ગઈકાલે મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી મોટી માત્રામાં છોડતા મચ્છુ નદીકાંઠાના માળીયા પંથકના ગામોમાં વ્યાપક તારાજી થઈ હતી. ત્યારે માળીયા (મી.)ના વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 50થી વધુ લોકો ફસાયા હતા. તેમજ ચીખલી ગામ પાસે 22 લોકો પાણીમાં ફસાયા હતા. આ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને ચીખલી ગામમાં પાણીમાં તણાતા 22 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં એક વાહનમાં ફસાયેલા 50-60 જેટલા લોકોને બચાવવા NDRFની ટીમ રવાના થઇ હતી. ત્યાં સુધીમાં પાણીનો પ્રવાહ ઘટી જતા વાંઢ વિસ્તારમાં રેસ્ક્યુ કરવાની જરૂર પડી નહતી. NDRFની ટીમ દ્વારા તે લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. અને તે લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/