[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ હળવદ હાઈવે પર રણજીતગઢ ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રણજીતગઢ ગામના પાટીયા પાસે રાત્રિના સમયે કાર સાથે ખુંટીયો અથડાયો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે ખુંટીયો આગળના કાચ અને બોનેટ તોડીને કારની અંદર ઘુસી ગયો હતો. ખુંટીયો કાચ તોડીને આગળની સીટ પર આવી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કાર નંબર પ્લેટ વિનાની હતી. આ અકસ્માતમાં જાનહાનિ થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide