મોરબી : મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક હોટેલના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે પીસ્તોલ સાથે મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ બન્ને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે વાંકાનેર બાઉન્ડ્રી પહેલા આવેલ તુલસી હોટલના ગ્રાઉન્ડમાં એક સરદારજી જેણે બ્લ કલરના કપડા તથા માથે પાઘડી પહેરેલ છે. તે તથા અન્ય એક ઇસમ એમ બન્ને જણા ગે.કા. હથીયાર દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા કાર્ટીઝ વેચાણ કરવા આવનાર છે. આ બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રી પહેલા આવેલ તુલસી હોટલના ગ્રાઉન્ડમાંથી માનસી ઉધમસીંગ દુધાણી ઉ.વ. 56 રહે. હાલ ધોરાજી ફળી રોડ, ગુલાબનગર તા.ધોરાજી મૂળ રહે. વડોદરા વારસીયા કેમ્પ વીમાના દવાખાના પાસે તેમજ પવન મદન તેજાજી સીરવી ઉ.વ. 33 ધંધો રહે. ગંધવાની બ્લોક કોલોની ગ્રામ પંચાયત, બારીયા ( મધ્ય પ્રદેશ ) વાળાને પકડી પાડવામાં આવ્યા હતા.
આ શખ્સો પાસેથી લોખંડની મેગ્જીન વાળી પીસ્તોલ-૦1, જીવતા કાર્ટીઝ નંગ-5 તથા ખાલી મેગ્જીન તથા મોબાઇલ ફોન નંગ 1 મળી કુલ કી.રૂ. 13000 કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની પ્રાથમિક તપાસમાં માનસીંગ ઉધમસીંગ દુધાણી અગાઉ ડી.સી.બી. પો.સ્ટે. રાજકોટ શહેર તથા પંચ એ ડીવીજન જામનગર ખાતે હથિયાર ધારાના ગુનામાં પકડાયેલ હોવાનું માલુમ પડ્યું છે.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા હેડ કોન્સ.દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા વિક્રમભાઇ કુંગસીયા, નંદલાલ વરમોરા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, સતીષભાઇ કાંજીયા સહિતના રોકાયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide