હાલ ખેડા – આણંદ જિલ્લામાં રવિવાર બપોર બાદ ઉત્તરીય પવન ફુંકાતા વર્તમના સિઝનની સર્વાધિક 7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. ચાલુ વર્ષે વાદળોને કારણે ઠંડીમાં જોઇએ તેવી જમાવટ થતી ન હતી પરંતુ વાદળો વિખેરાતાની સાથે માત્ર બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 12.05 ડિગ્રીનો ઘટાડો નોંધાયા છે. તેના કારણે સોમવારે સવારે લઘુત્તમ તાપમાન 2 વર્ષ બાદ 7 ડિગ્રી પહોચ્યું હતું. વહેલી સવારથી શીતલહેર ફરી વળતાં લોકોને ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને બહાર નીકળવાની ફરજ પડી હતી.
નડિયાદ શહેરમાં વહેલી સવારે વોકિંગમાં નીકળેલા લોકો અને દૂધ લેવા કે નોકરી પર જવા નીકળતા લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડયો હતો. શહેરી વિસ્તારમાં 7 ડિગ્રી તાપમાન હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં તાપમાન ભલે 7 ડિગ્રી હોય પરંતુ તેનો અહેવાસ 6 ડિગ્રી જેટલો થાય છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ કાંતિલ ઠંડીનું મોજુ ફરી વળતા તેની જનજીવન પર અસર પડી હતી. તાપમાન 12 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
આણંદ કૃષિ હવામાન વિભાગમાં સોમવારે નોંધાયેલા તાપમાન પર નજર કરી તો મહત્તમ તાપમાન 22.00 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 7.00 ડિગ્રી અને પવનની ગતિ પ્રતિકલાક 3 કિમી નોંધાઇ છે. જયારે ભેજનું પ્રમાણ 93 ટકા નોંધાયું છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide