નવલખી બંદરે છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરવાના ગુનામાં ત્રણ આરોપીઓ ઝડપાયા

0
170
/

મોરબી: તાજેતરમા મોરબી  જિલ્લાના નવલખી બંદર ખાતે થોડા દિવસો પહેલા ગાડીમાં માલ લોડિંગ કરવા બાબતે યુવાનને છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી જેથી કરીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશને મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે યુવાનને છરીના ઘા ઝીંકીને હત્યા કરનારા શખ્સ સહિત ત્રણની સામે ગુનો નોંધાયો હતો જે ત્રણેય આરોપીની માળીયા તાલુકા પોલીસે ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લાની અંદર આવતા નવલખી બંદર ખાતે યુવાનને છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુળ મોટા દહીસરાના રહેવાસી અને હાલમાં મોરબીના શનાળા રોડઉપર આવેલ ગુજરાત હાઉસીગ બોર્ડના બ્લોક નંબર- એમ/૧૭૯ માં રહેતા કીરીટસિંહ ભગવતસિંહ જાડેજા (૪૦)એ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, તેના ભાઇ દશરથસિંહ ભગવતસિંહ જાડેજા (ઉ.વ.૪૫) નવલખી પોર્ટ ખાતે વાસુકી કોલમા લોડીગનુ કામ સંભાળતા હતા જેથી આ કામના આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજાની ગાડી પોર્ટમા ચાલતી હતી જેનુ લોડીગ કરવા બાબતે તેઓને ફરિયાદીના ભાઈ સાથે ફોનમા માથાકુટ થઈ હતી અને ગાળાગાળી કરી હતી જેનુ મનદુઃખ રાખી આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજાના કહેવાથી સુર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ છરી વડે ફરિયાદીના ભાઈને પેટ, ડાબા હાથમા તેમજ વાંસાના ભાગે છરીના ચાર જીવલેણ ઘા મારી દીધા હતા જેથી કરીને દશરથસિંહ ભગવતસિંહ જાડેજાનું મોત નીપજયું હતું માટે પોલીસ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં મયુરસિંહ વેલુભા જાડેજા (૨૭), મયુરસિંહ રણજીતસિંહ જાડેજા (૨૫) અને સુર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા (૨૧) રહે. બધા જ મોટા દહીસરા વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીમાથી મયુરસિંહ રણજીતસિંહ જાડેજા અને સુર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાય ગયા હતા

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/