હવે નવી ગાઈડલાઇન મુજબ ધો.1થી 9ની શાળાઓ બંધ, મોરબીમાં રાત્રી કરફ્યુ નહિ

0
31
/

લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકો, થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખી શકાશે

મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી તા.15 સુધીની કોરોનાની ગાઈડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં 1થી 9નું ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મોરબીમાં રાત્રી કરફ્યુનું નિયંત્રણ રાખવામાં આવ્યું નથી. માત્ર 10 શહેરોમાં જ રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે. વધુમાં લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકોની મર્યાદા રાખવામાં આવી છે. જ્યારે થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખવાની છુટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજયમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા હાથ ધરીને રાજયના નાગરિકોના સ્વાચ્ય – આરોગ્યના વિશાળ હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ તેમજ મુખ્યસચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવોની પણ આ બેઠકમાં ઉપસ્થિતિ રહી હતી.

સમગ્ર રાજયમાં અમલમાં મૂકવામાં આવેલા નિયંત્રણ

  • જાહેર સમારંભ

સમગ્ર રાજયમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારોહ અને ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની કેપેસિટીના 50 ટકા અને મહત્તમ 400 વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

  • લગ્ન પ્રસંગ

લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા જેમાં મહત્તમ 400 વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

  • અંતિમક્રિયા/દફનવિધી

અંતિમ ક્રિયા કે દફનવિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મંજુરી

  • ટ્રાન્સપોર્ટેશન

પબ્લિક તથા પ્રાઇવેટ બસ નોન. એ.સી. બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે, જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ 75 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ક્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/