મોરબી : હાલ કોરોના મહામારી હળવી બનતા હવે રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડને હળવો કરવા વિચારી રહી છે અને હવે માસ્ક અંગેનો દંડ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવા નક્કી કર્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. જે અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરવા ચક્રો ગતિમાંન કર્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide