વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા અને જરુરી કાર્યવાહી માટે પણ રજૂઆત કરી
ટંકારા : હાલ આજે જીલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ સંગઠન પ્રમુખ ભુપત ગોધાણી ટંકારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત અર્થે દોડી ગયા હતા. અને દર્દીના દર્દને સાંભળી સાથે સાથે ડોક્ટરની માંગણી અને મુશ્કેલીની માહીતી મેળવી તેને દુર કરવા માટે સરકારને રજૂઆત કરી હતી. હોસ્પિટલના અધિક્ષક ડો. વી. બી. ચિખલિયા દ્વારા વર્તમાન સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા અને રસિકરણ ઉપરાંત તાવ, શરદી અને કોરોનાની સારવાર વિશે વાત કરી હતી.
ડો. દવે દ્વારા લોકોને ગભરાટ કે તનાવથી દુર રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે ઈન્ચાર્જ અધિકારી ડો. બ્રિજેશ મુગરા સાથે તાલુકાની સ્થિતિ જાણી હતી. ત્યારે આરોગ્ય રથ માટે ઘટતા કર્મચારીઓ અંગે જીલ્લા આરોગ્ય વિભાગને સુચના આપી તાકીદે યોગ્ય કરવા જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide