મોરબી : હાલ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ નજીક એક ગૌમાતા શીંગડાના કેન્સરથી પીડાતી હતી. 1962 કરુણા એનિમલ હેલ્પલાઇનને જાણ થતા કર્મચારીઓએ ગાયની સારવાર કરી જીવનદાન આપ્યું હતું.
મહેન્દ્રનગર ગામ નજીક આવેલ ભકિતનગર સોસાયટીમાં એક રખડતી-ભટકતી ગાય શીંગડાના કેન્સરથી કણસતી હતી. જે અંગે સ્થાનિક રશુલભાઈએ 1962 કરુણા એનિમલ હેલ્પલાઇનને જાણ કરી હતા. એનિમલ હેલ્પલાઈનને જાણ થતા પાઇલોટ ધર્મેશભાઈ અને ડૉ. તબીબ હુસેન ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ગાયની સારવાર કરી ગાયને પીડામાંથી મુકિત અપાવી હતી. આમ, કરુણા એનિમલ હેલ્પલાઇને ગાયને નવજીવન બક્ષીને માનવતા પણ મહેકાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide