વાંકાનેર: પંચાસિયા ગામની કિશાન સેવા સહકારી મંડળીના મંત્રીની હકાલપટ્ટી

0
171
/

કલેકટર કે જિલ્લા રજિસ્ટ્રારની મંજૂરી વગર બારોબાર ચૂંટણી યોજી નાખવાની ફરિયાદ મળતા રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની કિશાન સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા રજિસ્ટ્રારની પરવાનગી વગર અને સભ્યોની જાણ બહાર સભ્યોને વિશ્વાસમાં લીધા વગર બારોબાર ચૂંટણી યોજી નાખતા જિલ્લા રજિસ્ટ્રારને મળેલી ફરિયાદને આધારે મંડળીના મંત્રીની હકાલપટ્ટી કરી નાખતા સહકારીક્ષેત્રે ચકચાર જાગી છે.

મોરબી જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી.ગઢવી સમક્ષ કિશાન સેવા સહકારી મંડળીના સભ્ય રહીમભાઈ જીવાભાઈ બાદી અને 140 જેટલા સભ્યોએ ફરિયાદ કરી હતી કે મંડળીના મંત્રી રસુલભાઈ મહેમદભાઈ માથકિયાએ સભ્યોની જાણ બહાર ચૂંટણી યોજી નાખી છે. આ મામલે જિલ્લા રજિસ્ટ્રારની તપાસમાં પણ જિલ્લા કલેકટર અને જિલ્લા રજિસ્ટ્રારની જાણ બહાર બારોબાર મંત્રી દ્વારા ચૂંટણી યોજી નાખવામાં આવી હોવાનું ફલિત થતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મંત્રી રસુલભાઈ મહેમદભાઈ માથકિયાને હોદા ઉપરથી દૂર કરવા આદેશ કર્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/