એ ડિવિઝન પોલીસે દોરડો પાડીને અનૈતિક ધામ ઝડપી લેતા ચકચાર : માલિક અને મેનેજરની ધરપકડ
મોરબી : હાલ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ વ્રજ હોટલની આડમાં કુટણખાનું ધમધમતું હોવાની બાતનીના આધારે એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી હોટલમાં છાપો માર્યો હતો અને આ હોટલના ઓઠા હેઠળ દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાનું ખુલતા પોલીસે હોટલના માલિક અને મેનેજરને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસના દરોડોમાં મુંબઈ અને બંગાળ સહિતના રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે દેહવિક્રયનો ધંધો કરાવાતો હતો.
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ વ્રજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી લલનાઓને બોલાવી દેહવિક્રયનો ધંધો કરાતો હોવાની ચોક્કસ બાતમી મળતા ગતરાત્રે પોલીસ સ્ટાફ આ હોટલમાં પ્રથમ ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસની રેડમાં આ હોટલની આડમાં દેહવ્યાપારના ગોરખધંધા થતા હોવાનું સામે આવ્યું છે. જેમાં હોટલના માલિક અને મેનેજર બહારથી લલના બોલાવીને ગ્રાહકોની માંગ સંતોષતા હોવાનું ખુલતા પોલીસે હોટલની આડમાં દેહવિક્રયનો ધંધો કરવાના ગુન્હામાં હોટલના માલિક ઘનશ્યામભાઈ પ્રભુભાઈ જીજુવાડિયા અને મેનેજર વિકાસ ચેનસુખ જૈનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના દરોડા દરમિયાન હોટલમાંથી પશ્ચિમ બંગાળ અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે હોટલના સંચાલકો દ્વારા દેહવિક્રયનો ધંધો કરાવાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે કેટલા સમયથી આ કૂટનખાનું ચાલતું હતું અને આ ગોરખધંધામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide