મોરબી અને રાજકોટ હાઇવે પર રૂ. 49 લાખની GST ચોરી પકડાઈ

0
123
/
જીએસટી મોબાઇલ સ્કવોર્ડ સીરામીક માલની હેરફેર કરતા ટ્રકોમાં સઘન ચેકિંગ કરીને 21 જેટલા વાહનોને બિલ વગર ઝડપી લેવાયા 

મોરબી : તાજેતરમા મોરબી સીરામીક એકમોનો માલ બીલ વગર જ મોકલાતો હોવાની ફરિયાદો વચ્ચે જીએસટી મોબાઇલ સ્કવોર્ડ મોરબી અને રાજકોટ જિલ્લાના હાઇવે પર સીરામીક માલ ભરીને નીકળેલા ટ્રકોનું સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં 21 જેટલા વાહનો બિલ સહિતના દસ્તાવેજો વગર પકડાયા હતા. આથી, રૂ. 49 લાખની જીએસટી ચોરી પકડાઈ હોવાનું બહાર આવ્યું છે.

મોરબી અને રાજકોટ અને મોરબી જિલ્લામાં જીએસટી ચેકીંગમાં રૂ. 49 લાખની કરચોરી ઝડપાઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં આશરે રૂ. 300 કરોડનું સીંગદાણા બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે રાજકોટ મોરબી જિલ્લાના હાઇવે પર GST મોબાઈલ સ્ક્વોડે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું અને હાઇવે પર સિરામિક, મશીનરી પાર્ટ્સ, સ્ક્રેપ, લોખંડ સહિતના ટ્રકોને રોકી તાપસ હાથ ધરી હતી. જેમાં 21 જેટલા વાહનો બિલ સહિતના દસ્તાવેજો વગર ઝડપાયા હતા. આથી, કરચોરી અને દંડ પેટે 49 લાખની વસુલાત કરવામાં આવેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/