[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: વિગતો મુજબ આ કામેની ફરીયાદ એ રીતે કે આ કામના ફરીયાદી દીપકભાઈ ગણેશભાઈ પાંચોટીયાનાઓ મોરબીમાં રફાડેશ્વર વરુડી એસ્ટેટમાં જી.જે ૩૬ ફલેકસોના પ્રીન્ટીંગ નામની પેપર ટ્રેડીંગની પેઢીધરાવે છે.
આ કામના આરોપી નિમેશભાઈ નરેન્દ્રભાઈ ઠકક૨ (બળદેવ) રહે. સુરત વાળાએ તેમનીઆફીસે આવી પોતે પેપરમીલમાં ભાગીદાર અને દલાલ હોવાનું જણાવી પહેલા ક્રાફટ પેપર ની ખરીદી કરી નીયમીત નાણા ચુકવી વિશ્વાસ કેળવી ઠગાઈ કરવાના ઈરાદે નિહારીકા કોરૂગેટેડપેકેજીંગ સુરત તથા માતાદાર પેપર ટયુબ સુરત તથા કે.કે પેકેજીંગ વાપી ના નામે ક્રાફટ પેપરનીકુલ-૩૬ ગાડી કુલ કી.રૂા. ૧,૩૧,૭૮,૦૭૭/- ની ફરીયાદીની પેઢીમાંથી ક્રાફટ પેપરનો માલમંગાવી અમુક ગાડી જે તે પેપ૨ પેકેજીંગમાં અને અમુક અન્ય પેપર પેકેજીંગમાં ક્રાફટ પેપર ઉતારીએન કેન પ્રકારે આર્થીક ફાયદો મેળવી અમોને પૈસા નહી ચુકવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરીછેતરપીડી કરતા ગુનો કર્યા મુજબની આઈ.પી.સી કલમ-૪૦૬,૪૨૦ મુજબની ફરીયાદ કરવામાંઆવેલ. આ કામે પોલીસ દવારા આરોપી નેમીશ ઉર્ફે નૈમીષ ઉર્ફે નીમેષ નરેન્દ્રભાઈબળદેવ(ઠકકર)નાઓની ધરપકડ કરવામાં આવતા આ આરોપીએ મોરબીના ધારાશાસ્ત્રીજે.ડી.સોલંકી મારફત એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ. આ જામીનઅરજી ના કામે ફરીયાદી અને આરોપી બન્ને પક્ષની તમામ દલીલના અંતે નામ. એડી. ડીસ્ટ્રીકટએન્ડ સેસન્સ કોર્ટે આરોપી તરફેની દલીલો માન્ય રાખી આરોપી નેમીશ ઉર્ફે નૈમીષ ઉર્ફે નીમેષ નરેન્દ્રભાઈ બળદેવ(ઠકકર)નાઓને જામીન મુક્ત કરતો હુકમ કરેલ.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide