[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા
સમગ્ર દેશમાં આસો સુદ ૧થી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે મોરબી શહેરમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં થતી બચત શહીદવીરોના પરીવારજનોને રૂબરૂમાં અર્પણ કરીને દેશ સેવાનું કાર્ય અજય લોરીયા દ્વારા સ્થાપિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ કરતારસિંગ ઉંમર વર્ષ ૨૮ જે મહુ સ્કૂલમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન એક્સસાઈઝમાં હતા તે સમયે એક ફાયરિંગ અભ્યાસ ચાલતું હતું તે દરમિયાન એક રાઉન્ડ ત્યાં બ્લાસ્ટ થતા તે વીરગતિ પામ્યા હતા જે જમ્મુ કશ્મીરના રહેવાસી છે તેમજ બીજા શહીદ સુરેન્દ્રકુમાર ઉંમર વર્ષ.૩૭ આર્મી કેમ્પમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેઓ કોરોના કાળમાં તેમના પોતાના જીવના જોખમે કેટલા આર્મીના જવાનોના જીવ બચાવ્યા હતા અને તેમને પોતાને કોરોનાની અસર થઈ હતી તે બીજાના જીવ બચાવવા માટે તેમણે પોતાનું જીવનું બલિદાન દેશ માટે આપી દીધું હતું તેઓ પણ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે આ બંને શહીદોના પરીવારોને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સહયોગથી અજય લોરીયાની આગેવાની હેઠળ સંઘ સંચાલક ડો.ભાડેશિયા અને પુર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે રૂપિયા એક એક લાખનો ચેક અર્પણ કરીને માં ભારતીનુ ઋણ અદા કરીને સેવાભાવી અજય લોરીયા શહીદોના પરીવારજનોની પડખે ઊભા રહીને ફુલ નહીં તો ફુલની પાંખડી જેવું અનુદાન આપી શહીદ પરીવારજનોને મદદરૂપ બની રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છેકે સેવા એજ સંપત્તિ નામ એવું કામ સંપત્તિ એજ સેવાને વળગી રહેવું અજય લોરીયાનો જીવનમંત્ર છે જેમના લોહીમાં સેવાકીય પ્રવૃતિઓ વહેતી હોય તેમ અત્યાર સુધીમાં લાખો રૂપિયા શહીદ પરીવારજનોને રૂબરૂમાં પછી તે શહીદોના ઘરે જઈને હોય કે પાટીદાર નવરાત્રીમાં રૂબરૂ આમંત્રણ પાઠવી સ્ટેજ ઉપર બોલાવીને ચેક આપી રકમ અર્પણ કરાઈ છે તે દેશના નાગરીક તરીકે નહીં પરંતુ દેશના દિકરા તરીકે સરહદો ઉપર શહીદી વ્હોરી લે છે માં ભારતીની રક્ષા કાજે દેશની રક્ષા કાજે જીવ આપી શહીદ થઈ જાય છે તેમના પરીવારજનોનો દિકરો બનીને મદદરૂપ બની માં ભારતીનુ ઋણ ચુકવી રહ્યા છે તે ઉમદા અને પ્રેરણાદાયી કાર્યને બિરદાવુ જોઈએ તેમાં કોઈ શંકાને સ્થાન નથી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
