રાજકોટ : હાલ આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કળષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા મુનેશભાઈ કેશવભાઈ ઢોલરીયાએ ઓગસ્ટ – ૨૦૨૦ તેમના મિત્ર અને ઓળખીતા રોહિતભાઈ ભગવાનજીભાઈ રામાણી રહે.ગામ-ખેરડી, તા. જી. રાજકોટ વાળાને ઉછીના પેટે રોકડા રૂા. ૪,૫૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર. મદદ માટે આપેલા હતા જે રકમ મુનેશભાઈ ઢોલરીયાએ પરત માંગતા રોહિતભાઈ રામાણી એ તેમના ખાતા વાળી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. સહકારનગર બ્રાંચ, રાજકોટનો ચેક આપેલ હતો જે ચેક ફરીયાદીએ તેમના ખાતા વાળી બેંકમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક ફન્ડ્સ ઈન્સફીસીયન્ટના શેરા સાથે બિન ચુકતે રિટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશીયલ નેગો શીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.
આ કેસ ચાલી જતા રાજકોટની કોર્ટે આરોપી રોહિતભાઈ ભગવાનજીભાઈ રામાણીને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી રોહિતભાઈ ભગવાનજીભાઈ રામાણી ને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂા. ૪,૫૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પુરા. વળતર પેટે એક મહીનામાં ચુકવી આપવી અને જો એક મહીનામાં રકમ ન ચુકવે તો વધુ ૬ (છ) મહીનાની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ શ્રી અતુલ સી. ફળદુ શ્રી અજય કે. જાધવ ચાર્મી કે. પંડયા રોકાયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide