બોલેરો શેરીમાં પાર્ક કરવા મુદ્દે 7 શખ્સોએ હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Mehul Bharwad (Halvad) હળવદ : હળવદમાં શેરીમાં બોલેરો કાર પાર્ક કરવા મુદ્દે મારામારી થઈ હતી. જેમાં દંપતીને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે 7 શખ્સો સામે હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે હળવદ પોલીસે 7 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીવણભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૨૧, રહે સરા નાકા પાસે, જુના દલીતવાસ હળવદ) વાળાએ ઓરોપીઓ મોહનભાઈ ગણેશભાઈ પરમાર, નયનભાઈ મોહનભાઈ પરમાર, કાળુભાઈ જયંતીભાઈ પરમાર, મહેંદ્રભાઈ જયંતીભાઈ પરમાર, પ્રેમીલાબેન મોહનભાઈ પરમાર, મંજુલાબેન જયંતીભાઈ પરમાર, જયંતીભાઈ મોહનભાઈ પરમાર (રહે બધા જુના દલીતવાસ, સરા નાકા પાસે, હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૩૦ના રોજ આરોપીઓએ લોખંડના પાઈપ તથા તલવાર તથા લાકડાના ધોકા જેવા જીવલેણ હથીયારો ધારણ કરી ફરીયાદીએ શેરીમા પોતાની બોલેરો ગાડી પાર્ક કરેલ હોય જેનુ મનદુખ રાખીને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીને લોખડના પાઈપ વડે માર મારી ઈજાઓ કરી તેમજ સાહેદ જ્યોતીબેનને માથાના ભાગે આરોપી કાળુભાઈ જયંતીભાઈ પરમારએ લોખડના પાઈપ વડે માર મારી માથામા ફુટ કરી ઈજા કરી તથા છુટા પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide