મોરબીમાં પ્રથમ એવોર્ડ શો અને ગરબા નાઈટ શરદ પૂર્ણિમા નિમિતે ક્રિષ્ના પાર્ટી પ્લોટ માં યોજાયો

0
62
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા ભવ્ય એવોર્ડ શો યોજાયેલ હતો… જેમાં ગુજરાત રાજ્ય નાં જુદા જુદા જિલ્લાઓ અને તાલુકા માંથી 168 જેટલાં ટીવી અને ફિલ્મ નાં કલાકારો મેકુપ આર્ટિસ્ટ, ડાયરેક્ટ, એક્ટર, એક્ટ્રેસ, કોરિયોગ્રાફસર, મોડેલ, અને ચીલ્ડરન,આર્ટિસ્ટ,લોક ગાયક કલાકાર, લોક સાહિત્ય કાર, હાસ્ય કલાકાર અને સોશિયલ વર્કર, આ બધાઓ અલગ અલગ ગુજરાત રાજ્ય ભર માંથી જુદા જુદા જિલ્લાઓ તથા તાલુકાઓ માંથી નાના કલાકાર થી લય ને ટોપ ટેન નાં કલાકાર ને અવૉડ થી સન્માનિત કરવા માં આવ્યા હતા..

આ એવોર્ડ શો માં મુખ્ય કલાકાર તરીખે ખુબજ જાણીતા હાસ્ય કલાકાર શ્રી હકાભા ગઢવી આવ્યા અને આ એવોર્ડ શો ને ચાર ચાંદ લગાવી દિધા..
અતિથિ વિશેષ તરીખે શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના નાં ઉપાધ્યક્ષ (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ) શ્રી.રાજ શેખાવતજી અને શ્રી નિકિતાબા રાઠોડ તલવારબાજી ટ્રેનર એન્ડ સોશિયલ વર્કર એશિયા બુક ઓફ રેકોર્ડ એન્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તલવાર બાજી ટ્રેનર તથા રઘુનાથ સ્કુલ પ્રેસિડેન્ટ શ્રી ખુશી યાદવ ગુજરાતી ફિલ્મ નાં ભીષ્મ પિતા મહ શ્રી કેશવ રાઠોડ સાહેબ ડાયરેક્ટ શ્રી સૂર્યકિરણ રાવતજી, કે, સી, ચૌહાણ, નિકુંજ પટેલ સાવનરાજ, લોકિક માંડગે તથા સામાજિક અગ્રણી યુવા ઉદ્યોગ પતિ શ્રી.પંકજભાઈ રાણસરિયા રાજપૂત સમાજ નાં યુવા અગ્રણી શ્રી વિશ્વજીતસિંહ ચુડાસમા અને યુવા અગ્રણી શ્રીઅમિત આહીર તથા અનેક નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ પ્રસંગ ને દીપાવ્યો હતો

એવોર્ડ શો બાદ શરદ પૂર્ણિમા નિમિતે રાશ ગરબા નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં રાશ ની રમઝટ રમી ને ખેલેયા એ બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પ્લેયર મેલ, ફિમેલ, કિડ્સ નાં પ્રોત્સાહન રૂપે ઇનામો વિતરણ કરવા માં આવ્યા હતા આ કાર્યકર્મ ની સમસ્ત જહેમત અક્ષર ડેકોર નાં ઓનર શ્રી જયદીપભાઈ ડાભી તથા રક્ષિતભાઈ ખીરૈયા અને નાશા ગ્રુપ એજ્યુકેશન નાં પ્રમુખશ્રી વિજયભાઈ ભાડજા તથા તેમની ગ્રુપ ટિમ દ્વારા ઉઠાવવા માં આવી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/