યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના મેળાનો ધમાકેદાર પ્રારંભ : અન્ડર વોટર ટનલનું ખાસ આકર્ષણ

0
27
/

દીકરીઓના હસ્તે મેળાનું ઉદ્દઘાટન, પ્રથમ દિવસે જરૂરીયાતમંદ બાળકોને મેળાની મોજ કરાવાય : 12 રાઈડ્સ અને બાળકો માટે ધીંગા-મસ્તી સહિતના અનેક આકર્ષણો

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત ક્રિષ્ના મેળાનો આજે ધમાકેદાર પ્રારંભ થયો છે. આજે દીકરીઓએ પોતાના હસ્તે મેળાને મોરબીવાસીઓ માટે ખુલ્લો મુક્યો છે. આજે પ્રથમ દિવસે મેળામાં જરૂરીયાતમંદ બાળકોને મોજ કરાવવામાં આવી હતી.

મોરબીવાસીઓ દરેક તહેવારને મનભરીને માણી શકે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કંડલા હાઇવે ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કર્યું છે. આ મેળો તા.2 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આજે મેળાનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ મેળામાં અન્ડર વોટર ટનલ ફિશ એકવેરિયમનું ખાસ આકર્ષણ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત 12 જેટલી રાઈડ્સ અને મોતનો કૂવો પણ આ મેળામાં છે. વધુમાં બાળકોને જલસો પડી જાય તેવા એકથી એક ચડિયાતા આકર્ષણો આ મેળામાં રાખવામાં આવ્યા છે. આ નજીવી એન્ટ્રી ટીકીટ રાખવામાં આવી છે. જેની સાથે એકવેરિયમ ટનલ પણ નિહાળવા મળશે.

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી જણાવે છે કે જન્માષ્ટમીના આ પર્વે બાળકો મોજ અને મસ્તી કરી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપે આ મેળાનું આયોજન કર્યું છે. ત્યારે અહીં લોકોની સુરક્ષાની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે. લોકો અહીં આવી મન ભરીને મેળાને માણે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/