મોરબી: પોલીસે એક જ મહિનામાં માસ્ક વિનાના ફરતા ૨૩ હજાર લોકોને ૬૫ લાખનો દંડ ફટકાર્યો

0
36
/

મોરબી: તાજેતરમા લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે જેથી પોલીસને ના છૂટકે કાર્યવાહી કરવી પડે છે આજદિન સુધી પોલીસે પણ ની શુલ્ક પણે માસ્ક વિતરણ કર્યા છે છતાં લોકો પોતાની જવાબદારી સમજતા નથી લોકો તેના પરિવાર ની ચીંતા કરવી જ જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ : ડીવાયએસપી રાધિકા ભારાઈ

મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ એ જણાવ્યું હતું કે મોરબીમાં લોકો સાવચેતી રાખી નથી રહ્યા જેના કારણે લોકોના આરોગ્યની જવાબદારીનું ધ્યાન પોલીસ રાખી રહી છે જો કે પોલીસે 50 હજાર માસ્ક વહેંચી અને લોકોને પ્રેમથી સમજાવવા નો પ્રયત્ન કર્યો હતો અને કોરોના ના લીધે સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ પાલન કરવા માહિતી પણ આપી હતી આમ છતાં મોરબીના લોકો ન સમજતા અંતે મોરબી પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે ગયા મહિનામાં જ લાખો રૂપિયા નો દંડ લોકો પાસેથી વસુલ કર્યો હતો જેમાં ફક્ત ઓગષ્ટ મહિનામા જ પોલીસે માસ્ક વિનાના ૨૩૩૧૭ લોકોને ૬૫ લાખ ૮૦ હજારનો દંડ ફટકારેલ છે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/