પાટણ: હાલ ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવણીના 10 ટકા વિસ્તારમાં મસાલાપાક જીરૂનું વાવણી થાય છે. જીરૂના એક હેક્ટર દીઠ અંદાજે રૂ.48,415નો ખર્ચ તેને તમામ પાકોમાં સૌથી મોંઘો બનાવે છે.
તો ભેજવાળા અને વાદળછાયા વાતાવરણમાં રોગ-જીવાત લાગવાનો ભય પણ અન્ય પાકોની સરખામણીમાં સૌથી સંવેદનશીલ બનાવે છે. ઘણી વખત માવઠાના કારણે ખેડૂતોની બાજી ઉલટી પડી જતી હોય છે. આટલું મોટું જોખમ હોવા છતાં આ વખતે ઉત્તર ગુજરાતની 1,11,240 હેક્ટરમાં વાવણી થઇ છે. સિઝન પૂરી થતાં કુદરત મહેરબાન રહેશે તો 84,602 ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. પ્રતિ 20 કિલોએ રૂ.2500ના સરેરાશ ભાવ જોતાં આ વખતે રૂ.1057.51 કરોડનું જીરૂ પણ પાકશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide