પાટણઃ પાટણ ખાતે રહેતા એક શખ્સની દિકરીને વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા સારવાર સારૂ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જેની કડક ઉઘરાણી કરાતી હોવાથી યુવકે ટેન્શનમાં આવીને ફિનાઇલ પી લેતા તબિયત લથડી પડતા અજાણ્યા વ્યક્તીએ સારવાર માટે ધારપુર સિવિલમાં દાખલ કર્યા હતા. આ અંગે પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
પાટણ બાલાજી વિલા ખાતે રહેતા જીગરકુમાર કાન્તીલાલ પ્રજાપતિની દિકરીને ત્રણેક વર્ષ અગાઉ અકસ્માત થતા કોમામાં જતી રહી હતી તેનો સારવાર ખર્ચ અંદાજે રૂ.30 લાખ ડોકટરે જણાવતા જીગરભાઇએ પાટણ ખાતે રહેતા મુન્નાભાઇ ભરવાડ પાસેથી વ્યાજે રૂ.1.50 લીધા હતા. તેના વ્યાજ અને મુડીના દર મહિને 15 ટકા રૂ.4.25 લાખ ચુકવ્યા હતા. જીતુભાઇ ઠક્કર પાસેથી રૂ.3.82 લાખ દર મહિને 10 ટકા પ્રમાણે રૂ.5 લાખ પરત આપ્યા હતા. ચારૂપના હિંમતસિંહ દરબાર પાસેથી રૂ.1 લાખ દરમહિને 25 ટકા વ્યાજ સાથે રૂ.3.60 લાખ પરત આપ્યા હતા.
પાટણના સુનિલ પાસેથી રૂ.1 લાખ લીધા હતા તેની મુડી અને 20 ટકા વ્યાજ સાથે રૂ.5.50 લાખ પરત આપ્યા હતા.કેતન દરજી પાસેથી રૂ.50હજાર લીધા હતા. મુડી અને 15 ટકા વ્યાજ સાથે રૂ.2.50 લાખ પરત આપ્યા હતા. તેમ છતા આ શખ્સો પૈસાની ઉઘરાણી કરી ધમકીઓ આપી ઘરનો સામાન તેમજ બંધન બેન્કના ચેક બળજબરીથી પડાવી લીધા હતા તેમના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળી જઇને રશિયન નગર નજીક મરવાના ઇરાદાથી જીગર પ્રજાપતિએ ફિનાઇલ ગટગટાવી લીધુ હતુ. તેઓને ઉલટીઓ થતા અજાણ્યા વ્યક્તીએ સારવાર માટે ધારપુર સિવિલમાં દાખલ કર્યા હતા. આ અંગેની જીગર પ્રજાપતિએ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide