પ્રેરક પહેલ: ઘૂટું નજીકની નવોદય વિધાલયે સેમેસ્ટરની સંપૂર્ણ ફી માફ કરી !!

0
73
/

હાલમા કોરોના મહામારીને પગલે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણ કાર્ય ઠપ્પ છે આવા સંજોગોમા ખાનગી શાળાઓ ફી વસુલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી તો રાજ્ય સરકારે પણ ૨૫ ટકા ફી માફીની રાહત આપી છે જોકે મોરબીની એક શાળાએ પ્રથમ સેમેસ્ટરની સંપૂર્ણ ફી માફીનો આવકારદાયક નિર્ણય કર્યો છે

મોરબીના ઘૂટું નજીક આવેલ શ્રી નવોદય વિધાલય દ્વારા પ્રથમ સેમની સંપૂર્ણ ફી માફી કરવાનો નિર્ણય કરેલ છે ભારતીય ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માની જન્મજયંતી નિમિતે શ્રી નવોદય વિધાલય ઘૂટુંએ વાલીઓને જણાવ્યું છે કે હાલ શાળાઓ બંધ છે ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ ની સેમેસ્ટર ૧ (૬ માસ) ની ૧૦૦ ટકા ફી માફી આપવાનો નિર્ણય કરેલ છે માનવતાના ધોરણે અને વાલીઓની પરિસ્થિતિને સમજીને શાળા સંચાલકોએ આ નિર્ણય કરાયો હોવાનું શાળા સંચાલક મહેશભાઈ, પરષોતમભાઈ, પ્રમુખ બીપીનભાઈ અને આચાર્ય કિરીટભાઈની યાદીમાં જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/