[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ આજે બોરીયા પાટીના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી મોરબીના આજુબાજુના વાડી વિસ્તારમાં ભુગર્ભ ગટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બોરીયા પાટી વિસ્તારમાં પણ ભુગર્ભ ગટર નાખવાની કામગીરી પણ ચાલુ હોય જેમાં પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી થતી ન હોય તેમજ શેરી અંદરની લાઈન 8 ઈંચની અને મેઈન લાઈન પણ 8 ઈંચની નાખવાની કામગીરી હાથ ધરી હતી જેના વિરોધમાં સ્થાનિકો દ્વારા મેઈન લાઈન 24 ઈંચની નાખવામાં આવે તેમજ વર્ક ઓર્ડર / પ્લાન મુજબ કામગીરી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide