મોરબીમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ કેસમાં નિર્દોષ છુટકારો

0
23
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં સગીરાનું અપહરણ કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધી તેમજ અન્ય સ્થળે લઇ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય જે કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે

ફરિયાદીની સગીર વયની દીકરીને ફરિયાદીના વાલીપણામાંથી લઇ જઈને સગીરાના ફોટો વાયરલ કરવાની ધાક ધમકી આપી રૂમે અવારનવાર લઇ જઈને શરીર સંબંધ બાંધી તેમજ અન્ય જગ્યાએ લઇ જઈને સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી રાહુલ નારણ ચૌહાણ, રવિ રમેશ કળથીયા અને જયદીપ રમેશ કળથીયા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો મોરબી તાલુકા પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી પોક્સો કોર્ટમાં આરોપી રવિ કળથીયા અને જયદીપ કળથીયાનો કેસ ચાલી જતા પોક્સો કોર્ટે બંને આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે જે કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ બી ડી ઝાલા અને મયુર પી પુજારા રોકાયેલ હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/