મોરરબી: પીપળી-જેતપર રોડ ફોરટ્રેક કરવા તથા જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ બનાવવા રજૂઆત

0
168
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મોરબી શહેરના લાતીપ્લોટમાં ભૂગર્ભ ગટર, રોડ અને લાઈટની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા રાઘવજીભાઇ ગડારા દ્વારા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને અપીલ

મોરબી : હાલ મોરબી જીલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા લાતીપ્લોટ વિસ્તારના ભુગર્ભ ગટર રિનોવેશન, રોડ તથા લાઇટની સમસ્યા ઉકેલવા તથા પીપળી-જેતપર રોડ ફોરટ્રેક કરવા તેમજ જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ કરવા માટે મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ વિશેષ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં ઘડિયાળના ઘણા કારખાનાઓ વર્ષોથી કાર્યરત છે. તેમજ હીરાના કારખાનાઓ સહિત લેથ મશીનરીના પણ નાના-મોટા કારખાનાઓ આવેલા હોવાથી આ વિસ્તાર નાની ઇન્ડસ્ટ્રીઝનો વિસ્તાર તરીકે ઓળખાય છે. આ એરિયામાં ભુગર્ભ ગટર છે ખરી, પણ તેને રિનોવેશન કરવાની જરૂર છે. વધુમાં, લાતીપ્લોટ વિસ્તારમાં લગભગ 20-25 વર્ષથી રોડ બનેલા ના હોય, આથી, દરેક રોડ સી.સી.રોડ બનાવવા જરૂરી છે. તેમજ લાતીપ્લોટ વિસ્તારમાં 75% સ્ટ્રીટ લાઇટ પણ ના હોય તો લાઇટની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. તેમજ મોરબી સીટીનું ટ્રાફિક ઘટાડવા માટે જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ બને તો સામે કાંઠે જવા-આવવા માટે ટ્રાફિક હળવો થઈ શકે. જેથી, જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ બનાવવો પણ આવશ્યક છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/