પીપળી-જેતપર રોડને ફોર ટ્રેક બનાવવાની કામગીરી ઝડપી : 60 દબાણોનું ડિમોલેશન

0
291
/

માર્ગ અને મકાન વિભાગે પવાડિયારી બેલા સુધીમાં આવતા અડચણરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું

મોરબી : હાલ મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી જેતપર રોડને ફોરટ્રેક બનાવવા માટે અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગે પવાડીયારીથી બેલા સુધીમાં 60 જેટલા કાચા-પાકા મકાનો અને દુકાનો પર ડીમોલેશન કરીને દબાણો દૂર કરી દીધા હતા.

મોરબીના પીપળી જેતપર રોડને આખરે ફોરટ્રેક બનાવવાની સરકારી મંજૂરી મળી જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડને ફોરટ્રેક બનાવવાની ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી હતી. જો કે પીપળી અને જેતપર રોડને ફોરટ્રેક બનાવવા માટે ત્યાં વર્ષોથી ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા દબાણો અડચણરૂપ હોવાથી મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજા સહિતના દ્વારા આ રોડ પરના દબાણો હટાવવા માટે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી.પીપળી જેતપર રોડ વચ્ચેના પવાડીયારીથી બેલા ગામ સુધી ડીમોલેશન કરી જેસીબીથી 60 જેટલા કાચા-પાકા મકાનો તેમજ દુકાનો સહિતના દબાણોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. જો કે અમુક દબાણકારોને સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા માટે હજુ એકાદ બે દિવસની મુદત આપવામાં આવી છે અને ફરી પાછા શનિવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાશે. હાલ આ દબાણો દૂર કરીને પીપળી જેતપર રોડ ઉપર 35 મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે અને આજે પવાડીયારીથી બેલા વચ્ચેના 9 કિમિ સુધીના દબાણો દૂર કરાયા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/