[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર મોટો ખાડો થઈ ગયો છે. ઉપરાંત અહીં ઘણા સમયથી ગંદા પાણીની નદી વહી રહી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ અંગે સુરેશભાઈ પીપરોતરે જણાવ્યું કે કંડલા બાયપાસ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે છેલ્લા ત્રણેક મહિનાથી પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. ઉપરાંત રોડ ઉપર 4 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો છે. અહીં લોકોને ભારે હાલાકી પડી રહી છે. મહાપાલિકાના અધિકારીઓને આ મામલે રજુઆત કરી છે. હાઇવે ઓથીરિટીને પણ રજુઆત કરી છે. પણ બધા વિભાગો અમારામાં આ ન આવે તેવું કહી રહ્યા છે. તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide