પોલીસ હેડક્વાર્ટર પાસે થયેલી યુવાનની હત્યામાં મહિલા સહિત વધુ ચારની ધરપકડ

0
146
/

અત્યાર સુધીમાં ધરપકડ થયેલા આરોપીઓનો કુલ આંક 12 પર પહોંચ્યો

મોરબી : મોરબી નજીક મકનસર ગામ પાસે બની રહેલા નવા પોલીસ હેડક્વાર્ટરની સાઇટ પર એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવમાં હત્યાનો ગુન્હો નોંધાયા બાદ એક પોલીસ કર્મી, જીઆરડીના જવાન સહિત કુલ આઠ આરોપીની ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસ દરમ્યાન એક મહિલા સહિત ચાર આરોપીના નામ ખુલતા પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે.

મોરબી તાલુકા પો.સ્ટેની હદમાં આવેલા મકનસર ગામ પાસે નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટરની સાઇટ પરથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃત્યુ પામેલ યુવકને માર મરાતો હોવાનું નજરો નજર જોનાર હેડક્વાર્ટર બાંધકામ કોન્ટ્રાક્ટર રાકેશ છોટાલાલ રાઠોડની ફરિયાદને આધારે તપાસ કરતા એક પોલીસ કર્મી તેમજ પાંચ જી.આર.ડી. જવાનો સહિત નામજોગ જ્યારે અન્ય લોકો સામે યુવાનને માર મારી મોત નિપજાવવાનો ગુન્હો નોંધાયો હતો.

આ બનાવમાં તાલુકા પોલીસની તપાસ દરમ્યાન પી.એસ.આઇ. એમ.વી.પટેલે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન કિશોરભાઈ છગનભાઈ ગોલાણી, જી.આર.ડી. જવાન હાર્દિક ઉર્ફે લાલો ડાયાભાઈ બરાસરા, કમલેશ ઉર્ફે કમાભાઈ સૂખદેવભાઈ દેગામ, સુરેશ દેવરાજ બાબરીયા, મુકેશ ઉર્ફે મુકો મોહન પરમાર, મહેશ કાનજી પરમાર, ખીમાભાઈ ઉર્ફે ખીમો જેરામ કણપરા અને અરવિંદ ઉર્ફે મનિયો જેશીંગ ઉડેચાની ધરપકડ કરી હતી. આ પૈકી મોટાભાગના આરોપીઓ હાલ જેલ હવાલે છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/