મોરબીમાં બેફામ સ્કોર્પિયો ચલાવી આતંક મચાવનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ

0
427
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મોરબી : મોરબીમાં સામાકાંઠે ગઈકાલે બેફામ સ્કોર્પિયો ચલાવીને ઉધમ મચાવનારા શખ્સને પોલીસે પકડી પાડી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે આ ગંભીર બનાવની નોંધ લઈ આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવ્યું હોય આરોપી ચાલી પણ માંડ શકતો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉમા ટાઉનશીપ રોડ ઉપર ગઈકાલે રાત્રે જીજે – 11 – બીએચ – 0005 નંબરના સ્કોર્પિયો ગાડીના ચાલકે બેફામ ગતિએ સ્કોર્પિયો ચલાવી એક એકટીવા અને એક લારીને ઝપટે લઈ નુકશાન કર્યું હતું તેમજ ફરિયાદી દિલીપભાઈ રસિકભાઈ મહેતા તથા અન્ય લોકો સાઈડમાં ખસી જતા માંડ બચ્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે દિલીપભાઈની ફરિયાદને આધારે જોખમી રીતે કાર ચલાવી નીકળી બાદમાં અકસ્માત સર્જી નાસી ગયેલા સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
ત્યારબાદ આ કાર ચાલક મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંત રાવલ ઉ.વ. ૪૪ હરિઓમ પાર્ક મોરબીવાળાની પોલીસે ધરપકડ કરી છે. ઉપરાંત પોલીસે આ શખ્સને ઉમા ટાઉનશિપ પાસે સ્થળ પર લઈ જઈ રી કન્સટ્રકશન કરાવ્યું હતું. વધુમાં આ શખ્સ ત્યારે ચાલી પણ માંડ શકતો હોય, લોકોએ પોલીસની ત્વરિત કાર્યવાહીને બિરદાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/