હાલ ચોમાસુ પાકના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો માટે કર્યા મહત્વના સુચનો
મોરબી : હાલ તૌક’તે વાવાઝોડું ગુજરાતની સીમાએ ટકરાયા બાદ મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી છે. જેથી, મોરબી જિલ્લાના ખેડૂતોનો ઊભો પાક બચી ગયેલ છે. જોકે વાવાઝોડાનાં કારણે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઊભા પાકમાં કોઈ પણ પ્રકારની નુકશાની જણાયેલ નથી. જિલ્લાના મોટા ભાગના ખેડૂતો દ્વારા ખેતરમાં ઊભા પાકની કાપણી મુલતવી રાખી અથવા કાપણી કરેલ પાકને સુરક્ષિત સ્થળે રાખી નુકશાની થતા અટકાવેલ છે.
આ ઉપરાંત, ખેડીને તૈયાર રાખેલ ખેતરમાં વરસાદના કારણે ચોમાસું પાકના આગોતરા વાવેતર માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થયેલ હોય અને પિયત માટેની સગવડતા હોય તેવા ખેતરમાં વરાપ થયે વેલડી મગફળી જીજી-૧૭ અને જીજી-૧૮ અને અર્ધ વેલડી મગફળી જીજી-૨૦,૨૨ નું વાવેતર કરવા ખેતીવાડી વિભાગ તરફથી ભલામણ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide