વીજ લાઇન તૂટી પડતાક ટીકર ગામે ઘઉંનો પાક બળી ગયો

0
110
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

તૈયાર થયેલ ઘઉંનો પાક પીજીવીસીએલની બેદરકારીના કારણે ભસ્મીભૂત થતા ખેડૂત ઉપર મુસીબત

હળવદ : હાલ હળવદ તાલુકાના ટીકર ગામે ખેતરમાં કાપવાની અણીએ લહેરાતા ઘઉંના પાકમા જીવતો વીજ વાયર તૂટી પડતાં પાંચ વીઘા જેટલા ઘઉં બળીને કોલસો થઈ ગયા હતા. જો કે આજુબાજુના ખેડૂતો તાત્કાલિક દોડી આવતાં મહા મહેનતે આગ પર કાબૂ મેળવતા ખેતરમાં રહેલ બાકીના ઘઉં આગની ઝપેટમાં આવતાં બચી ગયા હતા.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા ખોડીદાસભાઇ ચતુરભાઈ પટેલની વાડીએ તેઓએ 16 વિઘા જમીનમાં ઘઉં વાવ્યા હતા અને આ પાક કાપવાની અણીએ આવી જતા કટરથી કાપવાની કામગીરી પણ ચાલુ કરી દેવાઈ હતી તેવા સમયે ઘઉંના પાક ઉપરથી પસાર થતી વીજલાઈન એકાએક તુટી પડતા આગ લાગી હતી જેમાં પાંચ વિઘા જેટલા ઘઉં બળીને ખાખ થઇ ગયા હતા.વધુમાં ખેડૂત પાસેથી જાણવા મળ્યા મુજબ પોતાની વાડીમાંથી નીકળતી વીજલાઈનના તાર સાવ નીચે આવી ગયા હોવાથી અવાર-નવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી.જોકે આ રજૂઆતોને ધ્યાને ન લેતા આખરે આજે ખેડૂતને જે ડર હતો તે જ જઈને રહ્યું હતું અને ખેડૂતના મોઢે સુધી આવેલ કોળિયો છીનવાઈ જતા ખેડૂત ઉપર આફતના ઓળા ઉતરી આવ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/