મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા રાષ્ટ્રપતિ,પીએમ,કેન્દ્રીય ગૃહમંત્રી ,સીએમ, રાજ્ય ગૃહમંત્રી,ડીજીપી સહિતનાને પત્ર લખી તેમજ મોરબી કલેક્ટર,એસપી ને રૂબરૂ મળી આ મામલે લેખિત રજુઆત કરવામાં આવી હતી અને આ કથિત પત્રકાર અને કથિત RTI એક્ટિવિસ્ટ ની તોડબાજ ગેંગ ની પેટર્ન વિશે મૌખિક રજૂઆતો કરાઈ
મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર અને એસપી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગત તા.૨૩/૦૩/૨૦૨૫ ના રોજ ધારાસભ્ય અને રાજકીય આગેવાનો અને મીડિયા માધ્યમોની ઉપસ્થિતિમાં કથિત જમીન કૌભાંડ મામલે અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.આ રજુઆત મોરબીના તમામ મીડિયા અને પત્રકારો એ જાહેર કરી છે જેમાં મોરબીના સિનિયર પત્રકાર અતુલ જોષીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારે અમે પત્રકાર હોય અમારા રાજકીય અને સામાજિક રીતે છાપવામાં આવતા ન્યૂઝ કે જાહેર સમાચારો મામલે કોઈને મનદુઃખ જાણતા અજાણતા થયું હોય તેનો ખાર રાખી પત્રકાર અતુલ જોશી વિરુદ્ધ ષડયંત્ર રચી ખોટી રીતે ફિટ કરી દેવા ચોક્કસ લોકો દ્વારા કેમ્પેઇન ચલાવી આ કેસને અરજદારો ને હિત અને ન્યાય આપવાની જગાએ ખોટી દિશામાં પત્રકાર અતુલ જોશીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જે ખૂબ શરમજનક બાબત છે.
અમુક માધ્યમો દ્વારા પણ પત્રકાર વિરુદ્ધ પાયા વિહોણી વિગતો દર્શાવી તેની પ્રતિષ્ઠા ને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ વિગતોમા કડક અને યોગ્ય તપાસ કરી કોઈ રાગદ્વેષ કે કોઈ વ્યક્તિ કે માધ્યમોના સમાચારોની વિગતો ની તપાસ કરી કડક તટસ્થ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.વધુમાં જણાવવામાં આવ્યું છે કે મોરબી પત્રકાર એસોસિએશનના સભ્ય અને પત્રકાર અતુલ જોશી એ પત્રકારત્વનો અભ્યાસ કરેલ છે તેઓ કાયદા અને પત્રકારત્વ ની મર્યાદાઓ સારી રીતે જાણે છે પત્રકારનું કામ સત્યને ઉજાગર કરવાનું જેથી કોઈ રાગદ્વેષ કે કિન્નાખોરી રીતે બદનામ કરતા લોકો વિરુદ્ધ ટેસ્ટ તપાસ કરવામાં આવે અને આપના વડપણ હેઠળ અધ્યક્ષ સ્થાને SIT ની રચના કરવામાં આવે અને આ કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide