મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં હાલ માં મોરબી શહેર માં ખૂબ ટ્રાફિક ની સમસ્યા રહે છે, રાત્રિ ના સમયે પૂર જડપે દોડતા ટ્રક અને ગાડીઓ થી નાના વાહનો ને ગંભીર અકસ્માત નો ભોગ બનવું પડતું હોય છે, આ રોડ સિટી ની મધ્યમાં આવી જતાં રખડતા ઢોર નો ખૂબ જ ત્રાસ હોવાથી રાત્રિ ના સમયે અનેક વાહન ચાલકો ને અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે,
આ માટે એક વર્ષ પહેલા હાઇવેની વચ્ચે નાખેલ સ્ટ્રીટ લાઇટો જે ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી સ્ટ્રીટ લાઈટો નાખેલ છે, જેમાં દલવાડી સર્કેલ, પંચાસર ચોકડી,અને વાવડી ચોકડી જે હાલ માં ટ્રાફિક સમસ્યાયા માટેની જાણીતી ચોકડી બની ગઈ છે, ત્યાં વાવડી ચોકડી એ તો સાંજ પડતાં ની સાથે રખડતા ઢોર રોડ ની વચ્ચે બેઠેલા હોવાથી રોડ પર સીધા નજરે પડતાં નથી અને હાઇવે પર નાખેલ લાઇટો પણ બંધ હાલતમાં હોય તેથી અવારનવાર અક્સમાત થતાં રહે છે, અને માંડ મજૂરી રળી પોતાનું ગુજરાન ચલાવતા લોકોને અને નાના બાળકો ને અક્સમાત ના કારણે ગંભીર ઇજાઓ થાઈ છે, અને ઘણી વાર મૃત્યુ ને પણ ભેટવું પડે છે, પરંતુ એક વર્ષથી બંધ હાલતમાં પડેલી આ સ્ટ્રીટ લાઇટો ચાલુ જ ના થઇ હોય, જેથી લોકો ને લાઇટો જોઈ આનંદ તો થાઈ પરંતુ બંધ હાલત માં લાઇટો જોઈ ધિક્કાર પણ વર્તાવે છે. હાલ માં ગુજરાત સરકાર દ્વારા પણ અકસ્માત નિવારવા માટે અનેક પ્રોજેકટ અને પ્રજાજનો માં જાગરૂકતા લાવવા માટે ના અનેક અભિયાનો શરુ કરવામાં આવેલા છે. તો આપ સાહેબ ને આ બંધ લાઇટો બાબતે તપાસ કરાવી જલદી થી બંધ લાઇટો ચાલુ કરાવવા માટે અમો મોરબીવાસી વતી આ કરિયાદ અરજી આપ સમક્ષ કરીએ છીએ, અમો આશા રાખીએ છીએ કે અમોની રજૂઆત ધ્યાને લઈ આપ સાહેબ તંત્ર અને લાગત ક્ષેત્ર ને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા યોગ્ય આદેશ આપશો અને અમો પ્રજાની વેદના ને સમજી યોગ્ય કામગીરી કરશો તેવી મોરબીના જાગૃત નાગરિક નિલેશ ચાવડાએ કલેક્ટરને રજૂઆત કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
