મોરબી યાર્ડમાં લીંબુ અને લીલા મરચાના ભાવમાં પ્રતિ મણે 200 રૂપિયાનો ઘટાડો

0
2
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 27 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, અડદ, ચણા, એરંડા સહિતના પાકો તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 1020 ક્વિન્ટલ એટલે કે 5100 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે પ્રતિમણના સૌથી ઉંચા રૂપિયા 1490 સુધીના ભાવ બોલાયા છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 93 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 660, તલના 2222, જીણી મગફળીના પ્રતિમણ 1098, જીરુંના 4140, બાજરાના 630, અડદના 1550, ચણાના 1121 અને એરંડાના 1235 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ ખેડૂતોને ઉપજ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/