પ્રાથમિક સુવિધા ન મળતા મોરબી પાલિકા પ્રમુખના વિસ્તારના મતદારોની મિટિંગ

0
106
/

હાલ સતવારા સમાજના પાલિકા પ્રમુખ સહિત ચાર-ચાર પ્રજાસેવકો છતાં વોર્ડ નં.11માં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ : વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા ચીમકી

મોરબી : સતવારા સમાજની બહોળી વસ્તી ધરાવતા મોરબી નગરપાલિકા વોર્ડ નં.11માં સતવારા સમાજે ખોબલે-ખોબલે મત આપી પાલિકા પ્રમુખ સહિત ચાર-ચાર પ્રજાસેવકોને ચૂંટીને મોકલ્યા હોવા છતાં પ્રજાજનોને પ્રાથમિક સુવિધા આપવામાં ન આવતા આ વિસ્તારના લોકોએ પાલિકાને ઘેરાવ કરવાની ચીમકી આપી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા જાહેર કર્યું છે.

મોરબી શહેરની એ ગ્રેડની ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11માં પ્રજાને મળવી જોઈએ એ પ્રમાણમાં પ્રાથમિક સુવિધા આપવામાં નગરપાલિકા સાવ નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવી સતવારા સમાજના અગ્રણી એવા વોર્ડ નંબર 11ના કાનાભાઈ, મલાભાઈ, પ્રફુલભાઈ નકુમ, સુરેશ ડાભી અને નીતિનભાઈએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના નાગરિકોએ પાલિકાના પ્રમુખ કે.કે.પરમાર અને તેની સાથે સતવારા સમાજના અન્ય સદસ્યને ચૂંટીને મોકલ્યા છે છતાં પણ વાડી વિસ્તાર માટે સરકારે ફાળવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી.

વધુમાં મોરબી પાલિકાના પ્રમુખના વોર્ડ નંબર 11માં આવેલ રોજ વાડી વિસ્તાર, રોલા રાતડીયાની વાડી, ભાયત રોલની વાડી, કપોરીની વાડી,શીયારની વાડી,પાનેલીની વાડી અને સામતાણીની વાડી વિસ્તારમાં સુવિધાઓ મુદ્દે ગઈકાલે સતવારા સમાજના આગેવાનની એક મીટીંગ મળેલ હતી.જેમાં મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11માં લાઈટ,સફાઈ,પાણી અને ગટર અને ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાની સુવિઘા આપવામાં આવતી નથી તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને નગરપાલિકામાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિઘા આપવામાં આવતી ન હોય નગરપાલિકને ઘેરાવ કરવાનું નક્કી કરાવમાં આવ્યું હતું.વધુમાં આગેવાનોએ અંતમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 11ના ચારે ચાર સદસ્ય સતવારા સમાજના છે અને પાલિકા પ્રમુખ કે.કે .પરમાર પણ સતવારા સમાજના હોવા છતાં આ વાડી વિસ્તારના કોઈ કામ કરતા ન હોવાથી સાતેય વાડીના સતવારા સમાજના લોકોએ વાડી વિસ્તારને પ્રાથમિક સુવિઘા આપવામાં નહિ આવે તો પાલિકાને ઘેરાવ કરવાની સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/