નવલખી પોર્ટ ખાતેની ખાનગી કંપનીનો કોલસો કાઢી દશ ટ્રક ચાલકોએ નબળો કોલસો પધરાવ્યો !!

0
205
/

હાલ મોરબી જિલ્લામાં કોલસા કૌભાંડ સામે આવ્યું છે છે જેમાં નવલખી પોર્ટ ખાતેના વાસુકી ટ્રેડલીંક કંપની પાસેથી ઇન્ડોનેશીયા કોલનો જથ્થો હિંમતનગરની અંબુજા એક્ષ્પર્ટ લી.કંપનીએ મંગાવ્યો હતો જેમાં ટ્રક ચાલકોએ કળા કરી ઉચ્ચ ગુણવતાવાળા કોલસાની જગ્યાએ નબળો કોલસો ધાબડી દીધાની માળીયા મિયાણા પોલીસ મથકમાં 10 ટ્રક ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

આ કૌભાંડ અંગે પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર જસ્મીનભાઇ બાલશંકર (ઉ.વ.૪૫)ની નવલખી પોર્ટ ખાતેની વાસુકી ટ્રેડલીંક પ્રા.લી.માંથી ઇન્ડોનેશીયા કોલ ૩૪૦૦ જીસીવીની ગુણવંતા વાળો ભરી અંબુજા એક્ષ્પર્ટ લી.કંપની હિમતનગર ખાતે ટ્રક મારફતે પહોચાડવા દશ ટ્રક રવાના કરાયા હતા આ દરમિયાન ટ્રક નં.- GJ-10-TU-8431 ના ચાલક કાળુભાઇ, ટ્રક નં. GJ-12-AC-6805 ના માલીક સુનિલ વિરડા, ટ્રક નં. GJ-10-TT – 3862 નો ચાલક, ટ્રક નંબર GJ-10-TV – 1838 નો ચાલક, ટ્રક નં. GJ-36 – v – 5994 નો ચાલક, ટ્રક નં. GJ-12-BW – 5779 નો ચાલક, ટ્રક નંબર GJ-36-T- 6024 નો ચાલક, ટ્રક નંબર GJ- 36 -V- 1289 નો ચાલક, ટ્રક નંબર GJ-36–T – 5994 નો ચાલક વિરાટ લોજીસ્ટીક વાળા દિપક વશરામભાઇ સહિતનાઓએ ટ્રકમાં ભરેલ કુલ ૩૫૩ મેટ્રીકટન ૧૦૦ કિ.ગ્રા. કુલ કિ.રૂ. ૨૨,૫૬,૭૬૮ના કોલસાની તાલપતરી ખોલી ઉચ્ચ ગુણવંતાનો કોલસો કાઢી બાકીના કોલસામાં હલકી ગુણવતા વાળો ભેળવી દીધો હતો. આ મસમોટા કૌભાંડ અંગે જસ્મીનભાઇએ માળીયા(મી)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/