જાંબુડિયા ગામ પાસે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ જાંબુડિયા ગ્રામપંચાયત દ્વારા બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે મેળાનો આજે સાંજથી મહંતના હસ્તે પ્રારંભ કરવામાં આવશે અને આ મેળાની મોજ માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવતા હોય છે જેથી તેઓના મનોરંજન માટે અવનવી રાઈડ પણ મેળામાં રાખવામાં આવી છે સાથોસાથ મંદિરે આવતા લોકો પ્રાચીન પીપળે પિતૃતર્પણ પણ કરશે.
આજથી રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બે દિવસીય મેળો શરૂ થઇ રહ્યો છે જેનું આયોજન દરવર્ષની જેમ આ વર્ષે પણ જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે ખાસ કરીને શ્રાવણી અમાસના દિવસે પિતૃતર્પણ કરવાનું મહત્વ હોય છે જેથી લોકો રફાળેશ્વર મહાદેવના મંદિરમાં આવેલ પ્રાચી પીપળે પાણી ચડાવીને પિતૃતર્પણ કરવા માટે રફાળેશ્વર મંદિરે આવે છે સાથોસાથ મેળાની મજા પણ માણે છે આ પૌરાણિક મેળો આજે સાંજથી મંદિરના મહંતના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. તેવું જાંબુડિયા ગામના સરપંચ રમેશભાઈ ગેલાભાઈ પાંચિયા અને તલાટી મંત્રી બળવંતસિંહ આર.ઝાલાએ જણાવ્યું છે
આ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવતા હોવાથી જાંબુડિયા ગ્રામપંચાયત દ્વારા પૌરાણિક મેળામાં વિવિધ રમકડા-ખાણીપીણી સહિતના સ્ટોલ, અવનવી રાઈડ્સ, ફજેત ફાળકા સહિતના મનોરંજનનું આયોજન કરવામાં આવે છે અત્રે ઉલેખનીય છે રફાળેશ્વરના પૌરાણિક મેળામાં આખી રાત ભજન મંડળીઓ ધમધમશે. અને મેળામાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. તેમજ સારી રીતે મેળાને લોકો માણી શકે તે માટે મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ ગોલતર સહિત લોકો જાંબુડિયા ગ્રામપંચાયતને સહકાર આપીને મેળો સફળ થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
મેળા માટે સ્પેશ્યલ ટ્રેન દોડશે
રફાળેશ્વરના મેળા દરમિયાન પ્રવાસીઓની વધતી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં લઈ તા.૨૯ થી ૩૧ સુધી ત્રણ દિવસ માટે વાંકાનેર તથા મોરબી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે રાજકોટ રેલ્વે વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ રફાળેશ્વર ડેમૂ સ્પેશિયલ ટ્રેન ૨૯ થી ૩૧ તારીખ સુધી બપોરે ૨ કલાકે મોરબી થી ઉપડીને ૨.૦૫ કલાકે નજરબાગ, ૨.૧૮ કલાકે રફાલેશ્વર ૨.૩૨ કલાકે તથા ૨.૫૦ કલાકે વાંકાનેર પહોચશે. પરતમાં આ ટ્રેન બપોરે ૩:૦૦ કલાકે વાંકાનેર થી ઉપડીને ૩.૧૧ કલાકે ઘુવા, ૩.૧૯ કલાકે મકનસર, ૩.૨૪ કલાકે રફાલેશ્વર તથા ૩.૩૭ કલાકે નજરબાગ તથા ૩.૫૦ મોરબી પહોંચશે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.